હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતું આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા દેવળીયા ખાતે ચાંદીપુરા વાયરસને લઈને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન ચાંદીપુરા વાયરસ કેવી રીતે સેન્ડફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે તેના વિશે તેમજ તેના લક્ષણો અને બાળકોને કેવી રીતે બચાવીને રાખવા તે વિશે માઇક પ્રચાર અને દવાઓનો છંટકાવ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા દેવળીયાના સ્ટાફે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.