શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શિવજી પ્રિય નગદેવતાના દર્શનથી લોકો અભિભૂત મોરબી : મોરબીના આંદરણા ગામે શિવમંદિરમાં આજે અમાસના દિવસે નાગ દેવતાએ દર્શન દીધા હોવાની ઘટના સામે આવી છે. શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે અમાસના દિવસે નાગ દેવતા પ્રસન્ન થાય તો તે શુભ માનવામાં આવતું હોવાથી નાગ દેવતાના દર્શન માટે લોકો ઉમટી પડયા હતા. મોરબીના આંદરણા ગામના લોકોના જણાવ્યા મુજબ તેમના ગામમાં આવેલ જાગનાથ મહાદેવ મંદિરમાં આજે અમાસ હોય લોકો શિવ દર્શને આવ્યા ત્યારે નાગ દેવતાએ પણ આ મંદિરમાં દર્શન દીધા હતા. આજે અમાસના દિવસે નાગ દેવતાના દર્શનને શુભ મનાતા હોવાથી આ બાબતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નાગ દેવતાના દર્શન કરીને લોકો ધન્ય બની ગયા હતા.