કાલિકા પ્લોટમાં સફાઈ, કુબેરનગર-4માં ભુર્ગભ ગટર ઉભરાવવની તથા સત્યમ સોસાયટીમાં અધૂરા રોડના કામ પ્રશ્ને ઉગ્ર રજુઆત કરાઈ મોરબી : મોરબીના ત્રણ વિસ્તારોના લોકોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે પાલિકામાં મોરચો માંડ્યો હતો.જેમાં કાલિકા પ્લોટ વિસ્તારના સફાઈ તથા નવલખી રોડ પરના કુબેરનગર-4માં ઉભરાતી ભૂગર્ભ ગટર તેમજ કેનાલ રોડની સત્યમ સોસાયટીમાં અધૂરા રોડના પ્રશ્ને પાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકા કચેરીમાં આજે ત્રણ વિસ્તારોના ટોળા આવ્યા હતા.જેમાં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના સફાઈના પ્રશ્ને મહિલાઓનું ટોળું પાલિકામાં રજુઆત અર્થે દોડી આવ્યું હતું અને મહિલાઓએ તેમના વિસ્તારમાં વ્યવસ્થિત રીતે સફાઈ ન થવાથી ગંદકી બેસુમાર ફેલાઈ રહી હોવાની રજુઆત કરી હતી.આથી કાલિકા પ્લોટના સફાઈના પ્રશ્નનું યોગ્ય રીતે નિવારણ લાવવાની માંગ કરી હતી.જ્યારે નવલખી રોડ પરના કુબેરનગર4માં ઉભરાતી ભૂગર્ભ ગટર મામલે આ વિસ્તારના લોકોનું ટોળું પાલિકામાં ઘસી ગયું હતું અને ભુર્ગભ ગટરની ગંદકીના કારણે સ્થાનિકીને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવાની રજુઆત કરીને આ સમસ્યાને હલ કરવાની પાલિકા તંત્ર સમક્ષ માગ કરી હતી.આ ઉપરાંત મોરબી કેનાલ રોડ પર આવેલ સત્યમ સોસાયટીના લોકોએ પાલિકા કચેરીમાં આવીને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં રોડનું અધૂરું કામ છોડી દેવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની માગ કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne