પંચાસરથી અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ મતદાન ન કરી વિરોધ દર્શાવ્યો મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની કતારો લાગી છે. ત્યારે મોરબીના શિવનગર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કારણ કે ગ્રામજનોની માંગ છે કે ગામમાં વિકાસના કાર્યો થાય તે માટે પંચાસર ગામથી અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે. મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો સદંતર બહિષ્કાર કર્યો છે. ગામના એકપણ વ્યક્તિએ મતદાન મથકે જઈ મત આપ્યો નથી. કારણ કે ગામજનોની માંગ છે કે અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે. જેથી, ગામના કાર્યો સુચારુ રીતે થાય. આશરે 57 વર્ષથી શિવનગર ગામ પંચાસર ગામથી અલગ થયેલ છે. પરંતુ હજુ સુધી તેમને ગ્રામ પંચાયત મળેલ નથી. ગયા વખતની ચૂંટણીમાં ગામ સમરસ જાહેર થયેલ હતું. આ વખતે ચૂંટણી યોજાઈ છે ત્યારે ગામના અગ્રણીઓએ સભા યોજી સર્વાનુમતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. અને જેનો શિવનગરના લોકો દ્વારા અમલ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..