શાળાના વિકાસના અને ગામના વિકાસના કામો ન થતાની રાવ માળિયા : માળીયા તાલુકાના બગસરા ગામે આજે પ્રાથમિક શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગામ તેમજ શાળામાં વિકાસ કામો ન થતા હોવાનો આરોપ લગાવી આ વિરોધ કરાયો હતો. માળીયા(મી.) તાલુકાના બગસરા ગામમાં શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ રખવામાં આવ્યો હતો.જેનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ગામમાં જરૂરી વિકાસના કામો થતા નથી તેમજ શાળાના વિકાસના કામો પણ થતાં નથી. શાળામાં વિકાસમાં કામો ન થતાં બાળકોને પૂરતી સગવડતા મળતી નથી.તેમજ ગામમાં પણ ગ્રામજનોને પડતી અગવડતા દૂર કરવા સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ મુજબ ગામમાં વિકાસના કામો થતાં નથી જેથી શાળા અને ગામ બન્નેના વિકાસ કામો આગળ વધારવાની માંગ સાથે આજરોજ ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો.