Morbi: હોળી-ધુળેટીના તહેવાર બાદ સૌરાષ્ટ્રભરમાં ગરમી વધી રહી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હવામાનમાં પલટો આવવાની સંભાવના રહેલી છે. તેમના કહેવા પ્રમાણે 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ તેમજ આંધી-વંટોળ રહેશે. ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદી છાંટાની સંભાવના છે.જો કે, હાલમાં હવામાન વિભાગે અમુક જિલ્લાઓમાં રાતના સમયે વોર્મ નાઈટની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાતના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનુ 39.6 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં 39 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, ભાવનગરમાં 37.3 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે