મોરબી : તૌકતે નામનું વાવાઝોડું મોરબીમાં પણ અસર કરે તેવી દહેશત વચ્ચે આજે સમગ્ર જિલ્લા પ્રશાસન સાબદુ બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે શહેરી વિસ્તારોમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારના લોકોને નગરપાલિકા દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સંભવિત વાબઝોડાને પગલે મોરબીના ઝૂંપટપટ્ટી વિસ્તાર જેવા કે પુલની નીચે, સર્કિટ હાઉસ પાસે, કેસરબાગ નજીક સહિતના અંદાજે 150 જેટલા વિસ્તારોમાં રહેતા લોકોને નગરપાલિકા તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, બી ડિવિઝન પીઆઇ પટેલ તથા ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા ઝૂંપટપટ્ટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ લોકોને હાલ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા યોગી પ્લાઝામાં ખસેડાયા છે અને વધુ લોકો હશે તો તેમને ગલ્સ હાઈસ્કૂલમાં ખસેડવામાં આવશે.