મોરબીના રવાપર ખાતે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની જાહેર સભા યોજાઈ, મોંઘવારી અને પાક વીમા સહિતના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકારને આડે હાથ લીધી મોરબી : મોરબીના રવાપર ખાતે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે જનચેતના મહાસમેલન અંતર્ગત હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં આ બન્ને યુવા નેતાઓએ મોંઘવારી અને પાક વીમા સહિતના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકારને આડે હાથ લઈને ભાજપના શાસનને અંગ્રેજી હુકુમત સાથે સરખાવ્યું હતું. જ્યારે હાર્દિક પટેલે પેટ્રોલ-ડીઝલ, ગેસમાં સતત ભાવવધારાના અન્યાય સામે લોકોને હવે ચૂપ રહેવાને બદલે આવાજ ઉઠવવો જ પડશે તેવી હાકલ કરી હતી. મોરબીના રવાપર ખાતે યોજાયેલા જન ચેતના મહાસંમેલનમાં હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્યો ઋત્વિક મકવાણા, લલિત કગથરા, અમરીશ ડેર પ્રવીણ મૂછડીયા, ચિરાગ કાલરીયા, કિરીટ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુબિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, આજની સમસ્યાઓ સામે લડવાની જરૂર છે. જો અત્યારે નહિ લડીએ તો આવનારો પેઢીને નુકશાન સહન કરવુ પડશે. જ્યારે સરદાર પેટલના સ્ટેચ્યુ બનાવવા મામલે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા કે, કરોડના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે એના કરતાં 100-100 કરોડની દરેક જિલ્લામાં હોસ્પિટલો બનાવી હોત તો કોરોનામાં આટલા લોકોના મોત ન થયા હોત તેવો આરોપ લગાવ્યો હતો. જ્યારે હાર્દિક પટેલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આ સેમલનનો હેતુ નવી ક્રાંતિ અને પરિવર્તન લાવવાનો છે. હાલ કોઈ ચૂંટણી કે અન્ય રાજનીતિ કાર્યક્રમ નથી છતાં લોકોને અન્યાય સામે જાગૃત કરવા રાજ્યમાં 200 થી વધુ સમેલનો કરાશે. હાલ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ ભડકે બળતા હોય તેમજ મોંઘવારી આસમાને આંબી હોય લોકોએ એની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારે શું લેવા દેવા તેમ કહીને પ્રશ્નોને નજર અંદાજ કરવો યોગ્ય ન હોવાનું જણાવી જો હાલ લડીશું નહિ તો આપણી પેઢીને વધુ નુકશાન ભોગવવું પડશે. જો અત્યારે અવાજ નહિ ઉઠાવીએ તો આપણે આપણે આઝાદીમાંથી ગુલામી તરફ ધકેલાઈ જશું તેમ ઉમેરી વર્તમાન સરકારને અંગ્રેજો સાથે સરખાવી હતી. ગયા વર્ષના પાક વીમા પ્રશ્ને પણ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..