સાથેસાથે 7/12, 8 કઢાવવાના ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય, લોકો હેરાન પરેશાન હળવદ : હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો અચાનક જ રજા ઉપર ઉતરી જતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. સાથે જ સાથેસાથે 7/12, 8 કઢાવવાના ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો અચાનક જ રજા ઉપર ઉતરી ગયા છે. આથી આ જન સુવિધા કેન્દ્રમાં વિવિધ કામગીરી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત 7/12, 8 અ ના દાખલા કઢાવવાની કામગીરી કરતા ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કચેરીને તાળા મારી દેવામાં આવ્યા છે. આથી 7/12, 8 અ ના દાખલા કઢાવવાની કામગીરી ઠપ્પ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જન સુવિધા કેન્દ્રમાં આવક-જાવકના દાખલા, નોન ક્રિમિનલના દાખલા કઢાવવાની કામગીરી માટે પહેલા ચાર ઓપરેટરો રાખવામાં આવ્યા હતા. પણ હવે એક ઓપરેટર આ બધી કામગીરી સંભાળે છે. એ એક ઓપરેટર પણ હાલ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય ગઈ છે. ત્યારે આ કામગીરી અન્ય વિભાગના ઓપરેટર કરી રહ્યા છે. પણ ત્યાં લાઈનો વધુ લાગી હોય લાઈનોમાં કલાકો સુધી ઉભું રહેવું પડતું હોય લોકોને હેરાન થવું પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જન સુવિધા કેન્દ્ર સહિતના ઓપરેટરોને એજન્સીઓએ રાખેલા હોય છે અને એજન્સી દ્વારા ત્રણ મહિનાથી આ ઓપરેટરોને પગાર ચૂકવાયો નથી. ઉપરથી પગાર નજીવો આપતા હોય છે. જેથી ઓપરેટરોની હાલત કફોડી બની ગઈ છે. ઓછો પગારમાં વધુ કામ અને ઉપરથી ત્રણ ત્રણ મહિનાથી પગાર ન મળતા ઓપરેટરો રજા ઉપર ઉતરી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેના કારણે હાલ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.