ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય : શાકભાજી સહિતની સુવિધા ગામમાં જ ઉપલબ્ધ કરાવાઈ મોરબી : મોરબી તાલુકાના નાના એવા બિલિયા ગામમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશબંધી ફરમાવી ગ્રામજનો માટે શાકભાજી સહિતની ચીજવસ્તુઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બિલિયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરાના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં ગામમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધવા પામી છે જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગામમાં બહારથી આવતા લોકોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. વધુમાં બિલિયા ગામના ગ્રામજનોને જીવનજરૂરી ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે શાકભાજી સહિતની વસ્તુઓ ગામમાં જ ઉપલબ્ધ બનાવી બહાર ગામથી આવતા સેલ્સમેન, ડિલિવરીમેનને ગામ બહારથી જ પોતાની સપ્લાય વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.