મોરબી : આજે સાંજે 4 કલાકે બંધુનગર અને મકનસર વચ્ચે એક્સેલ સિરામિક પાસે બંને ગ્રામજનો દ્વારા વરસાદી પાણી ભરવાના અનુસંધાને રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે. રોડ ચક્કાજામ કરતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.મોરબીના નેશનલ હાઈવે પર બંધુનગર અને મકનસર જવાનો જે સર્વિસ રોડ છે ત્યાં વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ રહે છે. જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે. જેને લઈને છેલ્લા 4 વર્ષથી ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજી સુધી તેનું કોઈ પરિણામ આવ્યું નથી જેથી આજે બંધુનગર અને મકનસર ગામના લોકોએ એકત્ર થઈને નેશનલ હાઇવે પર વાહનો રોકીને ચક્કાજામ કર્યો છે. જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક કામ થઈ ગયો છે. હાઈવેની બંને બાજુ વાહનોની કતારો જોવા મળી રહી છે અને જ્યાં સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે તેમ સ્થાનિક હોય જણાવ્યું છે.