આલાપ રોડ પરના દબાણો દૂર કરવા તેમજ કામ ઝડપથી અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સ્થાનિકોની માંગમોરબી: શહેરના આલાપ રોડ પર આવેલી 27 જેટલી સોસાયટીઓના રહીશો હવે પોતાના પડતર પ્રશ્નો અને તંત્રની ઉદાસીનતા સામે એકજૂથ થયા છે. રવિવારે આ વિસ્તારની તમામ સોસાયટીઓ દ્વારા એક સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોડના કામમાં થતો વિલંબ અને વર્ષો જૂના દબાણના પ્રશ્ને આક્રમક લડત આપવાનું નક્કી કરાયું છે.ગોકળગતિએ ચાલતું કામ અને ગુણવત્તા સામે સવાલસ્થાનિકોના જણાવ્યા અનુસાર, નવા બનતા આલાપ રોડનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જે રોડ આલાપના ગેટથી એસપી રોડના નાકા સુધી જાય છે, તેને આઇકોનિક રોડ તરીકે મંજૂરી મળી છે, પરંતુ હાલ આ માર્ગની હાલત એટલી ખરાબ છે કે ત્યાં કાર તો ઠીક, બાઈક ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. રહીશોની માંગ છે કે આ રોડનું કામ ઝડપથી અને પૂરી ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે.2017ના હુકમનું ઉલ્લંઘન: દબાણો યથાવતઆલાપ રોડ પર છેલ્લા 15 વર્ષથી બંને સાઈડ કરવામાં આવેલા દબાણો એક સળગતો પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષ 2017માં કલેક્ટર દ્વારા આ દબાણો હટાવવા માટે હુકમ કરવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સોમવારે કમિશનરને રજૂઆત કરવામાં આવશેઆ તમામ મુદ્દાઓના નિકાલ માટે 'આલાપ રોડ એકતા' સમિતિ હેઠળ 27 સોસાયટીના પ્રતિનિધિઓ આગામી સોમવારે કમિશનર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરશે. #Morbi #MorbiUpdate #AlapRoad #PublicIssue #MorbiNews #Encroachment #RoadWork #LocalProtest