મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે આજે જેતપર સહિત આજુબાજુના 12 ગામો માટે 'સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો શુભારંભ કે. એસ. અમૃતિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો છે. આ તકે મોરબી મામલતદાર, નાયબ મામલતદાર તેમજ જેતપર અને આજુબાજુના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં આજુબાજુના 22 ગામોના લોકો પોતાના પડતર પ્રશ્નો અને સરકારી યોજનાઓના લાભ મેળવવા ઉમટી રહ્યા છે.#Morbi #Jetpar #SevaSetu #GovernmentScheme #MorbiAdministration #PublicService #VillageNews #MorbiUpdate