દિવાળીના તહેવારોમાં ઝૂલતા પુલ, આસપાસના પ્રસિદ્ધ મંદિરો સહિતના ધાર્મિક સ્થળો અને મોલ, સિનેમાઘરો હાઉસફુલ મોરબી : મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષ નિમિતે યાત્રાધામ અને હરવા ફરવાના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભંગેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, ઝુલતા પુલ, રફાળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર પાસેના જડેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિરની આસપાસના રમણીય સ્થળોએ લોકોએ પરિવાર કે સગા સ્નેહીઓ તેમજ મિત્રો સાથે ઉમટી પડીને તહેવારોની મનભરીને ઉજવણી કરી હતી. મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ માટેલધામ ખાતે બિરાજમાન આઈશ્રી માં ખોડિયાર માતાજીના દરબારમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મોરબી, વાંકાનેર તેમજ સૌરાષ્ટ્રભરમાંથી લોકો પદયાત્રા તેમજ વાહનથી માટેલધામમાં પહોંચીને માતાજીના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. જો કે આ વખતે કોરોનાનો ડર ન હોવાથી માટેલધામમાં નૂતન વર્ષ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને માટેલધામમાં 56 ભોગનો અન્નકૂટ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરતી, પૂજા અર્ચના તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.આ મોટાભાગના હરવા ફરવાના સ્થળોએ ભીડ ઉમટી પડી હતી.તેમજ હળવદના પ્રસિદ્ધ મંદિર તેમજ મોરબીના ઝૂલતા પુલ સહિતના હરવા ફરવા કે સિનેમા હોલ, મોલ અને હોટલોમાં પણ લોકો ઉમટી પડ્યા હતા અને રજાઓની મોજ માણી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..