મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતી થી વાકેફ કરવામાં આવ્યા હતા. એસપીએ લોક દરબારમાં કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ આપવામાં આવી હતી અને આ લોકદરબારમાં ડીવાયએસપી ઝાલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તેમજ પ્રો પીઆઇ સોલંકી તેમજ આશરે 150 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.