સ્થાનિકોએ તંત્ર સામે ઠાલવ્યો આક્રોશ, તાત્કાલિક નિકાલ લાવવા માંગમોરબી અપડેટ : મોરબીમાં વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ પાવન પાર્ક શેરી નંબર 4 માં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખી શેરીમાં પાણી ભરાઈ ગયા છે. પાણીનો ભરાવો એટલી હદે વધી ગયો છે કે વરસાદી પાણી લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોની ઘરવખરીને નુકસાન થયું છે અને લોકોને પાણી બહાર ઉલેચવાની નોબત આવી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે છે. આ અંગે તંત્ર દ્વારા અહીં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. પાણીના ભરાવાને કારણે રહીશો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #SamaKantho #PavanPark #Waterlogging #Monsoon2026 #CivicIssues #MorbiNews