માળિયા : માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામે છેલ્લા 15 દિવસથી પાણી અનિયમિત આપવામાં આવી રહ્યું હોવાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલ અડધાના પાઈપમાંથી જે ધીમું પાણી આવે છે તેમાંથી મોટી સંખ્યામાં લોકોએ કામ ચલાવવું પડે છે. તંત્ર વહેલી તકે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવે તેવી માંગ છે.