મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રાયડી વિસ્તારમાં રોડ પર ગટર ઉભરાવાની સમસ્યાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકના જણાવ્યા પ્રમાણે હાલ રોડ બનાવવાનું કામ ચાલુ હોય રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે. જેના કારણે ઉભરાતી ગટરના પાણી રસ્તા ઉપર ભરાયેલા રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. મહાનગરપાલિકામાં આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું હતું કે, લાઇનમાં ખરાબી હોવાના કારણે આ સમસ્યા થઈ રહી છે જેમાં મનપાની કોઈ ભૂમિકા નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ થાય તેમ માટે લોકો માગ કરી રહ્યા છે.