હરિહરનગર, અમૃતનગર અને ગાયત્રીનગર વિસ્તારમાં રાત્રે અને સવારે લાઈટ ગુલ : ફરિયાદ નંબર સતત વ્યસ્ત આવતો હોવાની રાવમોરબી: મોરબીમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રવાપર રોડ પર આવેલા હરિહરનગર, અમૃતનગર, ગાયત્રીનગર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં PGVCL ના કાલિકા પ્લોટ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં અનિયમિત વીજ કાપથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમય વગરનો વીજ કાપ અને ગરમીની મારસ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારે 6:30 થી 8:45 વાગ્યા સુધી અને રાત્રે 12:00 વાગ્યાથી લાઈટ જતી રહી હતી. કાળઝાળ ગરમીના કારણે નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની રહી છે. રાત્રિના સમયે અચાનક વીજળી ગુલ થતા વૃદ્ધોને ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળવા કે નીચે ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકો ગરમીના કારણે શેરીઓમાં આવી જાય છે અને તેમની ઉંઘ પણ બગડી રહી છે.PGVCLના ફરિયાદ નંબર સતત વ્યસ્તજ્યારે પરેશાન નાગરિકો ફરિયાદ કરવા માટે PGVCL ના નંબર 96876 33720 પર સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ફોન સતત વ્યસ્ત આવે છે. જો કોઈ વાર ફોન લાગે તો જવાબમાં માત્ર 'લાઈનમાં ફોલ્ટ છે' તેવું રટણ કરવામાં આવે છે. આટલું જ નહીં, કર્મચારીઓ દ્વારા ગ્રાહકો પાસે ફીડરનું નામ અને ગ્રાહક નંબર માંગવામાં આવે છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે, અંધારામાં અને ગરમીની હાલાકી વચ્ચે ગ્રાહકો બિલની કોપી ક્યાંથી શોધે અને ગ્રાહક નંબર આપે?#Morbi #PGVCL #PowerCut #Summer2026 #MorbiUpdate #GujaratEnergy #PublicIssue #ElectricityProblem