અહીં પોલીસ જવાનોનો વધુ સ્ટાફ ફાળવવામાં આવે તેમજ બપોરે પણ જવાનો ફરજમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગમોરબી : મોરબીની રાજપર ચોકડીએ રોજ રોજ સર્જાતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ ગયા છે આજે પણ બપોર બાદથીભારે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે. અહીંથી પસાર થવામાં વાહનોને એક એક કલાક સુધીનો સમય લાગી રહ્યો છે.મોરબી રાજકોટ હાઇવે પર શનાળા ગામ પછી રાજપર ચોકડી આવે છે. અહીં છેલ્લા બે કલાકથી ભારે ટ્રાફિકની સ્થિતિ ઉદભવી છે. બંને બાજુ અંદાજે બે-બે કિલોમીટર વાહનોની કતારો જામી છે. માત્ર પાંચ મિનિટમાં આ ચોકડીએથી પસાર થઈ જવાને બદલે વાહન ચાલકોને કલાક- કલાક જેટલો સમય લાગી રહ્યો છે. અહીંની આ પરિસ્થિતિ રોજિંદી બની હોય સ્થાનિકો વધુ પોલીસ સ્ટાફ ફાળવવા તેમજ બપોરના સમયે પણ સ્ટાફ ડ્યુટી ઉપર રહે તેવી માંગ કરી રહ્યા છે.