અવારનવાર રજુઆત છતાં કોઈ પરિણામ નહિ : સામાજિક કાર્યકરોની ડેપ્યુટી કમિશનરને રજુઆત https://youtu.be/_YcA-F7njjMમોરબી : મોરબીના લોહાણાપરા 1 અને 2માં ઉભરાતી ભૂગર્ભ ગટરના કારણે શાકભાજીના વેપારીઓ અને લોકો પરેશાન થઈ રહ્યા છે. જેને લઈને સામાજિક આગેવાનો દ્વારા મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે.સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં શાક માર્કેટ આવેલ છે. ત્યાની ભુગર્ભ ગટરો છલકાય છે. તો ત્યાના વેપારીઓ અને શાકભાજીના વેપારીઓને મુસીબતનો સામનો કરવો પડે છે. શાક માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા આવેલ ગ્રાહક પણ પરેશાન થાય છે.અગાઉ પણ અનેકવાર રજુઆત કરવામાં આવી છે પણ કોઈ પગલા લેવામાં આવેલ નથી. હવે મોરબી મહાપાલિકા જાહેર થઈ છે. ત્યારે આ સમસ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.