ઘાંચી શેરી, મચ્છીપીઠ અને નવાડેલા રોડ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વીજળીની સમસ્યા, કોર્પોરેટર મમતાબેન ઠાકર દ્વારા તાત્કાલિક ઉકેલની માંગમોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ ઘાંચી શેરી, મચ્છીપીઠ અને નવાડેલા રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડીમ લાઈટ અને ઓછા વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે. આ મામલે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર દ્વારા પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ખાસ કરીને ઘાંચી શેરી વિસ્તારમાં વીજળી વપરાશ કરતા લોકોના ઘરે તેમજ અન્ય જગ્યાઓએ રાત-દિવસ ડીમ લાઈટ અને વોલ્ટેજ વધઘટ (ડીમ-ફુલ) થયા કરે છે. છેલ્લા 15 દિવસથી વધુ સમયથી આ પ્રકારનો બનાવ બની રહ્યો છે.હાલમાં ઉનાળાની અને ભરપૂર ગરમીની સિઝન ચાલી રહી હોય, આ પ્રોબ્લેમના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડીમ લાઈટના કારણે વયોવૃદ્ધ સિનિયર સિટીઝન, બીમાર વ્યક્તિઓ અને નાના બાળકો બહુ જ પરેશાની ભોગવી રહ્યા છે. અતિશય ગરમીના કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે.આથી, વિસ્તારના તમામ રહેવાસીઓ અને પી.જી.વી.સી.એલ. ના ગ્રાહકોની સમસ્યા ધ્યાને લઈ આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ઘટતું કરવા કોર્પોરેટર મમતાબેન ઠાકર દ્વારા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ward7 #PGVCL #ElectricityIssue #DimLight #MorbiCorporator #SummerHeat