હળવદ માર્કેટિંગ યાર્ડ પાછળની બ્રાન્ચ કેનાલનો વિડીયો વાયરલ હળવદ : હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ અને આમ જનતાને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં વહેતી પવિત્ર નર્મદા કેનાલમાં રખરખાવને અભાવે લોકો મરેલા કુતરા, કચરો અને જીવિત-મૃત ડેંડા યુક્ત પાણી પીવા લોકો મજબુર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. હળવદ હાઈવે નજીક આવેલ માર્કેટયાર્ડની બાજુમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની પેટા કેનાલ ડી-૧૨માંથી લોકો પીવા માટે અને ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે પરંતુ આ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી મૃત કોહવાઈ ગયેલા કુતરા, માલઢોર, કચરો અને ડેંડા તરતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.હાલમાં આ કેનાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકો પણ વિચારતા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ માળીયા બ્રાન્ચ કેનાલમાં ઘોડી મરી જવા છતાં લાંબો સમય સુધી નર્મદા કેનાલ ઓથોરિટી દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા ન હતા ત્યારે હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે નર્મદા નહેર વિભાગ કેનાલની સાફ સફાઈ માત્ર કાગળ ઉપર જ કરે છે ગ્રાઉન્ડ લેવલે ? તેવી ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..