શનિવાર અને બુધવારના કાપ છતાં રાત્રે રિપેરિંગ કેમ?: સ્થાનિકોના સવાલોમોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવાના પ્રશ્નથી લોકોને મુશ્કેલી પડી રહી છે. દિવસભર કામ કરીને થાક્યા-પાક્યા ઘરે આવતા લોકોને રાત્રે પણ લાઈટના કારણે આરામ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દરરોજ રાત્રે 11 વાગ્યા પછી લાઈટ જાય છે. રાત્રે ગયેલી લાઈટ છેક 1 વાગ્યે પરત આવે, ગઈ કાલે પણ રાત્રે 11 વાગ્યા પછી લાઈટ આવવા-જવાનો સિલસિલો શરૂ થઈ ગયો હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે વીજ પુરવઠો ખોરવાતા લોકો જ્યારે ફરિયાદ નોંધાવવા માટે કમ્પ્લેન નંબર પર ફોન કરે છે, ત્યારે મોટાભાગે નંબર વ્યસ્ત જ આવે છે. જેના કારણે ગ્રાહકોએ ફરિયાદ કોને કરવી તે પ્રશ્ન ઉભો થાય છે. અને જો ક્યારેક ભૂલથી GEB માં કોઈ ફોન ઉપાડી લે, તો સામા છેડેથી 'રિપેરિંગ કામ ચાલુ છે' તેવો જવાબ આપી દેવામાં આવે છે.રવાપર વિસ્તારમાં અઠવાડિયામાં 2 વાર (શનિવાર અને બુધવાર) તો વીજકાપ રહે જ છે. ત્યારે સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે કે જો અઠવાડિયામાં 2 દિવસ કાપ હોય અને રિપેરિંગ કામ જ કરવું હોય, તો આખો દિવસ PGVCL ના કર્મચારીઓ શું કરે છે? રાત્રે જ કેમ રિપેરિંગના નામે લાઈટો કાપવામાં આવે છે? લોકો માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે અને રાત્રિના સમયે થતા વીજકાપમાંથી સત્વરે મુક્તિ અપાવવામાં આવે.#Morbi #MorbiUpdate #Ravapar #PGVCL #PowerCut #MorbiNews #PublicIssue #Gujarat #GujaratNews