ટ્રક ટ્રેલર ચાલકે અચાનક વળાંક વાળતા અકસ્માત સર્જાયો, બે વ્યક્તિ ઘાયલ વાંકાનેર : વાંકાનેરના સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક ટ્રક ટ્રેલર વળાંક વાળતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જયારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક RJ-32-GB-7799 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી અચાનક વળાંક વાળી લેતા મોટર સાયકલ લઈને જઈ રહેલા નાગજીભાઇ ધરમશીભાઇ વિંજવાડીયા રહે. સરતાનપર રોડ પાંજરાપોળ ગૌશાળામાં બંધુનગર વાળાનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું જયારે તેમના પત્ની લાભુબેન નાગજીભાઇ વિંજવાડીયા અને સાહેદ તેમના પુત્ર રમેશ નાગજીભાઇને ઈજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મૃતકના પત્ની લાભુબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.