મોરબી : મોરબી તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલનું અમદાવાદ ATSમાં નિમણુંક બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ હકુભા જાડેજાની મોરબીમા સારી એવી કામગીરી બદલ અમદાવાદ ATSમાં નિમણુંક થતા તેમનું સામાજિક આગેવાન ભીખાભાઈ સોલંકી, રમેશભાઈ ભરવાડ, હષૅદભાઈ વામજા, પરસોતમભાઈ પરમાર તથા લાલભા ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.