નવા ટ્રસ્ટની નોંધણીની 7 અરજીનો પણ નિકાલ કરાયોમોરબી: ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય, અમદાવાદ આર.વી. વ્યાસની સુચના અને માર્ગદર્શન હેઠળ તારીખ 13 ઓગસ્ટના રોજ મોરબીના મદદનીશ ચેરીટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા તથા શહેરમાં નોંધાયેલા ટ્રસ્ટોના પ્રશ્નોના પડતર 22 ફેરફાર રિપોર્ટ પૈકીના 18 ફેરફાર રિપોર્ટનો ટ્રસ્ટોના વિશાળ હિતમાં નિકાલ કરવામાં આવ્યો છે. તથા કચેરીમાં નવા ટ્રસ્ટોની નોંધણી માટેની પડતર 12 અરજીઓમાંથી 7 અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.આમ રાજકોટ જિલ્લા તથા શહેરમાં ચેરીટી કચેરીમાં નોંધાયેલા ટ્રસ્ટોના હિતમાં નિર્ણય લઇ નિકાલ ઝુંબેશ સફળ બનાવવા ચેરીટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.