મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે. મેજિસ્ટ્રીયલ શાખાના આર.ડી. અલગોતરની બિનખેતીમાં, પી.એચ.જાડેજાની જમન-1, ટંકારાના આર.બી. બાવરવાની મોરબી શહેર, પુરવઠા વિભાગના એ.બી. ચૌહાણની ઇ ધરા મોરબી ગ્રામ્ય, આર.જે.રાઠોડની મેજિસ્ટ્રીયલ, હળવદના રેવન્યુના એ.જે.કડની હળવદ જમન, જમનના પી.ડી. ખોખાણીની રેવન્યુ, વાકાનેર ઇધરાના યુ.આર. શંકરિયાની પ્રાંત જમન, બિનખેતીના એન.એસ.સોલંકીની હિસાબી, ડિસ્પેચના બી.જે.જાડેજાની મેજિસ્ટ્રીયલ, મધ્યાન ભોજનના વી.બી. કણઝારીયાની એડીએમ, હિસાબીના સી.પી. પટેલની જમન કલેકટર, મોરબી પ્રાંતના પી.જે. ભાટિયાની મોરબી ગ્રામ્ય મામલતદાર, મોરબી ગ્રામ્ય મામલતદારના વી.એચ.રાઠોડની મોરબી પ્રાંત, વાંકાનેર રજીસ્ટ્રીના એસ.બી. સોલંકીની ઇ ધરા વાંકાનેર, વાંકાનેર મામલતદારના એચ.પી.જાડેજાની વાંકાનેર પ્રાંત, મોરબી ગ્રામ્ય મામલતદારના એમ.એન.ઝાલાની અપીલ શાખા, માળિયા ઇ ધરાના એન.ડી. પટેલની માળિયા જમનમાં બદલી કરવામાં આવી છે.