મોરબી : મહિલા પ્રગતિ મંડળ અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના મુખ્ય સંચાલિકા હીનાબેન પરમારને એક જાહેર કાર્યક્રમમાં સોનાની કિંમતી વિટી મળી આવી હતી. જે વિટી તેઓએ મૂળ માલિક શોધીને પરત આપી પ્રમાણિકતાનું દ્રષ્ટાંત પુરૂ પાડ્યું છે.મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વેપારીઓ, સામાજિક કાર્યકરો અને કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો ગતો. આ સમારંભમાં અતિશય કીમતી સોનાની સાચા નંગ વાળી વીંટી હીનાબેનને મળતા તેઓએ સંસ્થાના અધિકારીઓને આપતા વીંટી મળેલ છે તેવું માઈક એનાઉન્સ કરાયું હતું. આ વીટી જે વેપારીનું સન્માન હતું તે સમ્રાટ જવેલર્સના માલિક કિશોરભાઈ રાણપરાની હતી. તેઓએ કહ્યું કે હાલ આ વીટીની અંદાજિત કિંમત દોઢ લાખ રૂપિયા છે. આવી કીમતી વીંટી હીનાબેને પરત આપી પ્રમાણિકતાની મિશાલ પુરી પાડી છે. આ વેળાએ હીનાબેનને લાલજીભાઈ મહેતા, રામભાઈ મહેતા અને ઘનશ્યામસિંહ ઝાલાએ અભિનંદન આપેલ હતા. તેમ શરદ એમ સંપટ- મહિલા પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે.