બજરંગ સોસાયટીમાં આવેલી આંગણવાડી ઘટક-4 જર્જરીત હાલતમાં મુકાઈ મોરબી : મોરબીના નાની વાવડીમાં બજરંગ સોસાયટીમાં આવેલી આંગણવાડી ઘટક-4 જર્જરીત હાલતમાં હોય નાના બાળકો માટે જોખમી સ્થિતિ સર્જાતા હાલમાં બાળકોને દૂરની આંગણવાડીમાં બેસાડવામાં આવી રહ્યા હોય સત્વરે નવી આંગણવાડી બનાવવા માટે આઈસીડીએસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.આંગણવાડીમાં આવતા લાભાર્થી બાળકોના વાલીઓએ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે, બજરંગ સોસાયટી આંગણવાડી ઘટક-4માં પાણી પડી રહ્યું છે અને જર્જરીત હાલતમાં છે. હાલમાં આંગણવાડી-1માં બાળકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પરંતુ તે આંગણવાડી દૂર હોવાથી બાળકોને આવવા-જવામાં મૂશ્કેલી પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી આ અંગે અરજી કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.જેથી વહેલી તકે આ બજરંગ સોસાયટીમાં આવેલી આંગણવાડી ઘટક-4ની મુલાકાત લઈ વહેલી તકે નવી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.