રાજપૂત કરણી સેના દ્વારા ગૌભક્તોને સમર્થન અપાયું મોરબી : દ્વારકાથી દિલ્હી પદયાત્રા કરીને જતા ગૌભક્તો આજે મોરબી પહોંચતા રાજપૂત કરણી સેના મોરબી દ્વારા તેમનું સ્વાગત કરી વધાવવામાં આવ્યા હતા. ભારત સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે આવા ઉદેશ્યથી દ્વારકાથી દિલ્હી પદયાત્રા લઈને જતા ગૌભક્તોનું રાજપૂત કરણી સેના મોરબી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 મહિનાથી અર્જુનભાઈ આંબલીયા દિલ્હી જંતરમંતર સ્થળ પર આંદોલન ઉપર બેઠા છે ને લડત કરી રહ્યા છે. તો પદયાત્રા કરી જતા ગૌભક્તોને રાજપૂત કરણી સેના એ સમર્થન આપ્યું છે. તો આ તકે રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર મહામંત્રી ગિરિરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા તેમજ આહીર એકતા મંચ ગુજરાતના વરિષ્ઠ આગેવાન રામભાઈ આહીર તેમજ વિદ્યુતનગરના યુવાનો ક્રિપાલસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ પરમાર તેમજ ધ્રુવરાજસિંહ જાડેજા, રાજેશ્રી વિદ્યાલય તમામ ભાઈઓ દ્વારા સ્વાગત કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રાજપૂત કરણી સેનાએ સમર્થન આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..