બનાસકાંઠાના થરાદથી દ્વારકા તરફ જતા યાત્રિકોને નડ્યો અકસ્માત : એકને ઇજા પહોંચતા મોરબી સારવારમાંમોરબી : માળિયા મિયાણાના પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 પદયાત્રીકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક પદયાત્રીકને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયો હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે બનાસકાંઠાના થરાદ તરફથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ 4 પદયાત્રીકોના મૃત્યુ થયા હતા. વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ 108 ત્યાં દોડી ગઈ હતી.