મોરબી : મહેસાણા જિલ્લાના પામોલ ગામથી દ્વારકા જતા 30 પદયાત્રિકોને મોરબી મહાનગરપાલિકાના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં આશ્રય આપવામાં આવ્યો હતો.દ્વારકા જઈ રહેલા પદયાત્રિકોને મોરબીના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરાવી સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ પદયાત્રિકોને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યા હતા. તમામ પદયાત્રિકોનું સ્વાગત કરીને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરાઈ હતી.