મોરબી : આમરણ રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક જામનગરના દળીયા ગામથી પગપાળા કચ્છના રાપર તાલુકાના રવા ગામે જઈ રહેલા રાહુલભાઈ જીણાભાઈ શિયારને જીજે - 01 - CY - 4274 નંબરના અશોક લેલન ઠાઠા વાળા વાહને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.