મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા નજીક આવેલ શ્રદ્ધા હોટેલ પાસે ગત તા.10ના રોજ જીજે - 36 - એકે - 1043 નંબરના બાઈક ચાલકે પુરપાટ ઝડપે પોતાનું બાઈક ચલાવી પગપાળા જઈ રહેલા જયંતીભાઈ મગનભાઈ કગથરાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા જયંતીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ બાઈક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના કુટુંબીજન સુનિલ ગોકળભાઈ કગથરાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.