જિલ્લામાં આજદિન સુધીમાં 12,635 ખેડૂતોના મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન થયા મોરબી : મોરબી સહિત રાજયભરમાં રાજય સરકારની ખેતીલક્ષી તેમજ જન્મ મરણની એન્ટ્રીનું કામ કરતા વિલેજ કોમ્પ્યુટર એક્ઝિક્યુટિવ(વી.સી.ઇ) ગત 1 તારીખથી હડતાળ ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઇન એન્ટ્રી કામગીરીને અસર પહોંચી હતી જોકે મોરબી જિલ્લાના મુખ્ય ત્રણ યાર્ડ મોરબી,હળવદ અને વાંકાનેરમાં એન્ટ્રી કામગીરી ચાલુ હતી. જેથી અહીં ખેડુતોની ભીડ જોવા મળી હતી. જોકે તંત્રએ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી મંત્રીઓને કામગીરી સોંપી દીધી હતી. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યભરમાં સૌથી ઝડપી અને અસરકારક કામગીરી કરી હોવાનું અને ગત વર્ષની તુલનામાં 128 ટકા વધુ ખેડૂતોની રજિસ્ટ્રેશન કરવાની સાથે રાજયમાં પ્રથમ ક્રમે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગત વર્ષમાં આ સમયે 9887 ખેડૂતો નોંધાયા હતા જયારે હાલ 12,635 ખેડૂતોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. મગફળી રજિસ્ટ્રેશન અંગે તાલુકા મથક મુજબ આંકડા રજૂ કર્યા મુજબ મોરબી તાલુકાની 99 ગ્રામ પંચાયત માંથી 62 ગ્રામ પંચાયત,ટંકારાની તમામ 45 ગ્રામ પંચાયત,હળવદની 69માંથી 59 ગ્રામ પંચાયત,વાંકાનેરમાં 89માંથી 14 ગ્રામ પંચાયતમાં ઓનલાઇન રજીસ્ટ્રેશના કામગીરી પૂર્ણ કરી દીધા હોવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન તેમજ કૃષી. સહાય ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા ખેડૂતોને નજીકના ઇ ગ્રામ સેન્ટર અથવા એપીએમસીમાં 7/12,8 અ,તલાટી મંત્રીનો વાવેતર દાખલો,ખેડૂતના આધાર કાર્ડ,ખાતેદાર ની બેન્ક પાસબુક નકલ અને સયુંકત ખાતેદાર કિસ્સામાં એકરારનામું સાથે રાખવા જિલ્લા ખતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.