ગરમીથી બચવા તમામ બૂથ પર પીવાનું પાણી, મંડપ અને મેડિકલ સુવિધા ઉપલબ્ધમોરબી : મોરબી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની શાનદાર શરૂઆત થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ મતદાન પ્રક્રિયા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે તમામ મતદાન મથકો પર મોક પોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સવારે 7 વાગ્યે નિયત સમયે મતદાન શરૂ થઈ ગયું છે. ઓબ્ઝર્વર દ્વારા સવારે 15 થી 20 જેટલા બૂથ પર જઈને મોક પોલ પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. હાલ મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે અને તમામ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે.ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ બૂથ પર મંડપ, પીવાનું પાણી, દવાઓ અને વ્હીલચેર સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે. સવારના 6 વાગ્યાથી વહીવટી તંત્ર સતત ટેલિફોનિક સંપર્કમાં છે અને અત્યાર સુધીમાં ઈવીએમ બંધ પડવાની કે અન્ય કોઈ ટેકનિકલ ખામીની એક પણ ફરિયાદ કંટ્રોલ રૂમમાં નોંધાઈ નથી.વધુમાં કલેક્ટર કે.બી. ઝવેરીએ મોરબીના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, બંધારણે આપેલા આ પવિત્ર મતાધિકારના હકનો ઉપયોગ કરી સૌ નાગરિકો પોતાની ફરજ પૂર્ણ કરે. મોરબીમાં મહત્તમ મતદાન થાય અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વોટર ટર્નઆઉટ મોરબી જિલ્લાનું રહે તેવી તેમણે લોકો પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી.#Morbi #MorbiUpdate #Election #Voting #MorbiCollector #GujaratElections #Democracy