મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ પીસ પોસ્ટર પ્રતિયોગિતામાં 11થી 13 વર્ષનાં બાળકોને ભાગ લેવાનો અમૂલ્ય અવસર મળ્યો હતો. મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી – સિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર (ચિત્ર સ્પર્ધા) પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતાનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે પૈકી મોરબી શહેરની ત્રણ સ્કૂલો સરસ્વતી શિશુ મંદિર શનાળા, ઉમા વિદ્યા સંકુલ, કિડઝી પ્રી સ્કૂલનાં બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લઇ પોતાની પ્રતિભા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજ્વલિત કરે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં ચિત્ર દોરવા માટે વિષય ” WE ALL ARE CONNECTED ” ” આપણે બધા જોડાયેલ છીએ” આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ દસ બાળકોનું નામ મલ્ટિપલ (ગુજરાત) લેવલે ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે મોકલવામાં આવશે. ઇન્ટરનેશનલ લેવલ પર જે બાળકનું પીસ પોસ્ટર પસંદગી પામશે તેમને 5000 અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે. અને ગ્રાન્ટ ઇવેન્ટમાં સહભાગી થવાનું આમંત્રણ મળશે. આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ ટી. સી. ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, લાયન મહાદેવભાઈ ચીખલીયા, પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ કાવર, વિપુલભાઈ કોટડીયા, પી. એ.કાલરીયા, સરસ્વતી શિશુ મંદિરનાં મુખ્ય વ્યવસ્થાપક જ્યંતિભાઈ રાજકોટીયા, સુનિલભાઈ પરમાર, આચાર્ય વિજય ગુરુજી, અને ઉમા વિદ્યા સંકુલનાં અશ્વિનભાઇ પટેલ, લાયન દીપકભાઈ દેત્રોજા તેમજ કિડઝી પ્રી સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડ, આચાર્ય વૈશાલીબેન ત્રિવેદી, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232Jનાં રીજીયન -2નાં રીજીયન ચેરપર્શન પી.એમ.જે.એફ., રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહીને પ્રતિયોગિતામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા લાયન્સ ઇન્ટરનેશનલનું સર્ટીફીકેટ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આપવામાં આવ્યુ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..