મોરબી : કોરોનાની મહામારી વચ્ચે મોરબી એલઆઇસી દ્વારા વીમા પોલીસી ધારકનું મૃત્યું થતા તેના પરિવારજનો દ્વારા ક્લેઇમ કર્યા બાદ બે દિવસમાં જ ચૂકવણી કરવામાં આવી છે. મહેન્દ્રભાઇ માવજીભાઈ કૈલા એલઆઇસી પોલીસી ધારક હતા. તેમનું ગત ૨૭-૩-૨૦૨૦ના રોજ હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. તેમના પરિવારજનો અને વારસદારોએ તેમની વીમા પોલીસી અનુસાર જરૂરી કાગળોની ફાઇલ તૈયાર કરી ૧-૬-૨૦૨૦ના રોજ એલઆઇસીના સ્થાનિક એજન્ટ પ્રવિણભાઇ શનાળીયાને આપ્યા હતા. એલઆઇસીના એજન્ટ પ્રવિણભાઇએ એલઆઇસીનું ‘‘જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’’ સુત્ર સાર્થક કરવા માટે ક્લેઇમની ઝડપથી ચૂકવણી થાય તે માટે જરૂરી કામગીરી કરી હતી. એલઆઇસી પોલીસી ધારકના અવસાન બાદ ક્લેઇમ માટે અરજી કર્યા બાદ તેમના વારસદારોને અરજી કર્યાના બે દિવસમાં જ એલઆઇસી દ્વારા મૃત્યુના દાવાની રકમનું ચૂકવણું કરવામાં આવતા મૃતકના વારસદારોએ સ્થાનિક એજન્ટ પ્રવિણભાઇ શનાળીયા તેમજ એલઆઇસી ઓફીસ-મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો.