પીજીવીસીએલના નામે સાયબર ફ્રોડ કરનારાઓ સક્રિય મોરબી : આજે રાત સુધીમાં વીજ બિલ ભરી દેજો, નહિતર તમારું વીજ કનેક્શન કટ કરી દેવામાં આવશે. જો આવો મેસેજ આવે તો ચેતજો. કારણકે પીજીવીસીએલના નામે સાયબર ફ્રોડ આચરનારાઓ સક્રિય થઈ ગયા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે આ અંગે ગ્રાહકોને જણાવ્યું છે કે PGVCL દ્વારા 10 આંકડાના મોબાઈલ નંબર પરથી વીજ બિલ ચુકવણી અંગેના કોઈપણ SMS કે વોટ્સએપના માધ્યમથી મેસેજ મોકલવામાં આવતા નથી. તેમજ આવા છેતરામણા SMS કે વોટ્સએપ મેસેજ દ્વારા માંગવામાં આવેલ કોઈપણ માહિતી કે OTP આપવા નહિ. તેમજ આવી કોઈ ઘટના સામે આવે તો આ અંગેની જાણ તુરંત નજીકની PGVCL કચેરીને કરવી. PGVCL દ્વારા XX-PGVCLG તરફથી જ SMS મોકલવામાં આવે છે આ સિવાયના SMSને અવગણવા અપીલ કરાઈ છે.