બહેનો માટે સ્વરોજગારની તક, વિવિધ વસ્તુઓનું વેચાણમોરબી : શ્રી દિવ્યજ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ - મોરબી દ્વારા બાન લેબોરેટરી પ્રા. લી. રાજકોટ (કંપની)ની કન્ઝ્યુમર આઈટમ - સ્ટેશનરી, કોસ્મેટિક, લેડીઝ સિક્રેટ, આયુર્વેદિક હર્બલ દવાઓ, પરફ્યુમ, બોડી સ્પ્રે વગેરે મોરબી જિલ્લાની એજન્સીને મળી છે. આ સંસ્થા દ્વારા એજન્સી મેળવી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની જરૂરિયાતવાળી સખી મંડળની બહેનો પોતાની આવકમાં વધારો કરી શકે તેવા ઉમદા હેતુથી પવિત્રા સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. તા. 6-6-2025ના રોજ 114, વિશાલ ચેમ્બર, 1 લો માળ, શૌચાલયની બાજુમાં, જુના બસસ્ટેન્ડ પાછળ, મોરબી ખાતે દરેક આઈટમનો સ્ટોર તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારેધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોરબી જિલ્લાના એક્ટિવ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. ત્યારે મોરબી જિલ્લા ગ્રામ્ય વિસ્તારના તથા મોરબી, વાંકાનેર, હળવદના શહેરી વિસ્તારના સખી મંડળની બહેનો આવકમાં વધારો કરી શકે તે માટે બી.ડી.ગામી મો. નં. 9428267965 અને રાજેશ મો. નં. 9879329522 પર અથવા તો સ્થળ પર સવારે 10 થી 1 તથા સાંજે 5:30 થી સાંજના 7:30 કલાક સુધી સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.