અમેરિકામાં વસવાટ કરતા મહિલાનું સમાજ ઉપયોગી કાર્ય મોરબી : જન્મદિવસ પર લોકો પાર્ટી રાખી,કેક લાવી વ્યર્થ ખર્ચ કરતા હોય છે.પરંતુ મોરબીના વતની અને હાલ અમેરિકામાં રહેતા મહિલાએ પોતાના જન્મદીવસે માદરે વતનમાં એક દિવસીય નિદાન કેમ્પ યોજી જન્મદિવસ ઉજવ્યો હતો. આ કેમ્પમાં વિનામૂલ્યે દવા અને બ્લડ સુગર ટેસ્ટ તથા બીપી ચેક કરી આપવામાં આવેલ હતું. અમેરિકા રહેતા દેવી હિતેનભાઈ શાહના જન્મદિન નિમિતે ડો.હસ્તિબેન મેહતા દ્વારા યોજવામાં આવતા એક દિવસીય કેમ્પમાં ત્રણ દિવસની દવા ફ્રી તથા જરૂરિયાત મુજબ દર્દીનું બ્લડ સુગર ટેસ્ટ તથા બીપી ચેક કરી આપવામાં આવેલ હતા.જે પોલીસ લાઈન પ્રાથમિક શાળામાં આયોજન કરેલ હતું.આ કેમ્પને સફળ બનાવવા માટે ફિરોઝભાઈ બગથડિયા,સ્કૂલના પુષ્પાબેન તેમજ તેમનો સ્ટાફ, ચંદ્રલેખાબેન મેહતા,કેતનભાઈ મેહતા,કૌશીકાબેન રાવલ,જીગર ભટ્ટ,રશ્મિન ભાઈ દેસાઈ,તથા હેમાંગે જહેમત ઉઠાવેલ હતી.