બી.પી., ડાયાબિટીસ, થાયરોઈડ, અનેમિયા તેમજ કોરોના પછીની બીમારીનું નિદાન અને વિનામૂલ્યે દવા અપાઈ મોરબી : મોરબીની શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ.ના તબીબ દ્વારા પોતાના વતન નાના ખીજડીયા ગામે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. મોરબીની શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇ.સી.યુ.ના ડોકટર પિયુષ દેત્રોજા (MD, DNB, IDCCM- GOLD MEDALIST) અને તેમની ટીમ દ્વારા નાના ખીજડીયા ગામે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં બી.પી., ડાયાબિટીસ, થાયરોઈડ, અનેમિયા (હિમોગ્લોબીનની ઓછી ટકાવારી), કોરોના પછીની તકલીફો, શ્વાસની બીમારી, મગજનો લકવો (બ્રેઈન સ્ટ્રોક), પેટની બીમારી વગેરે રોગોના 100 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું અને તેઓને નિ:શુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..