મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજ રોજ તા. 13-8-2025ના રોજ એનએસએસ વિભાગ અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનું તેમજ રેલીનું આયોજન આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દેશભક્તિના, દેશપ્રેમની ભાવના ઉજાગર કરતા સુંદર ગીતો રજૂ કર્યા હતા. આ દરમ્યાન આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તરીકે વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ .અતુલ ધ્રુવે સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા. નિર્ણાયક તરીકે પ્રા. જે. એમ. કાથડ તેમજ પ્રા. ડો. કવિતાબા ઝાલાએ ફરજ બજાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની સોલંકી ભૂમિકા તેમજ સવાડીયા પૂનમે કર્યું હતું. સર્વે અધ્યાપકગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. યુ. એન. મહેતા આર્ટસ કોલેજના પટાંગણમાંથી ભડીયાદ ગામ સુધી રેલીનું આયોજન કરેલ હતું. રેલી દરમિયાન એનએસએસ સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશ પ્રેમની ભાવના જાગ્રત કરતા સૂત્રોચાર કર્યા હતા.