મોરબી : મોરબીના નવી પીપળા ગામે રોકડીયા હનુમાનજી મંદિરના પાટોત્સવ અને મારૂતિ યજ્ઞનું આયોજન તારીખ 12 એપ્રિલના દિવસે કરવામાં આવ્યું છે. નવી પીપળી ગામની ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી, સિલ્વર સોસાયટી અને ઓમ પાર્ક સોસાયટી અને રોકડીયા હનુમાનજી ધુન મંડળ દ્વારા તારીખ 12 એપ્રિલ ને બુધવારના રોજ રોકડીયા હનુમાનજી મહારાજના મંદિરનો પાટોત્સવ અને મારૂતિ યજ્ઞ યોજાશે. સવારે 7 કલાકે મારૂતિ યજ્ઞ શરૂ થશે. સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી યોજાશે જેમાં ભજનીક ગોપાલ સાધુ, પૂજા ચૌહાણ અને સાહિત્ય કલાકાર રાજભા ગઢવી ભજનની રમઝટ બોલાવશે અને સાહિત્યરસ પીરસશે.આ ધાર્મિક પ્રસંગે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય મહેમાનો પણ હાજરી આપશે.