ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી તારીખ 21 એપ્રિલ ને સોમવારના રોજ સંત દિલુભાના રામદેવપીર મંદિરના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.21 એપ્રિલના રોજ કલ્યાણપુર ધામ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. પ્રથમ સમૂહ લગ્ન પ્રસંગે 20 એપ્રિલે સવારે 7-30 કલાકે ગણેશ સ્થાપના, સવારે 8 કલાકે મંડપ મુહૂર્ત, રાત્રે 9 કલાકે દાંડીયા રાસનું આયોજન કરાયું છે. જ્યારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે જાન આગમન થશે. સવારે 9-30 કલાકે હસ્ત મેળાપ અને બપોરે 11-30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ નવદંપતીઓને આશીર્વચન પાઠવવા વિવિધ સંતો-મહંતો અને ભુવાઓ ઉપસ્થિત રહેશે.