70 થી 80 દર્દીઓ સામે માત્ર એક જ કર્મચારી હોવાથી લોકો પરેશાનમોરબી : મોરબી શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતા કુતરા કરડવાના કિસ્સાઓમાં વધી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ દરરોજના 70 થી 80 દર્દીઓ હડકવા વિરોધી રસી લેવા માટે આવી રહ્યા છે.જોકે, આટલા મોટા પ્રમાણમાં આવતા દર્દીઓ સામે રસીકરણ વિભાગમાં માત્ર એક જ કર્મચારી ફરજ બજાવી રહ્યો છે. જ્યાં બે સ્ટાફની જરૂર છે ત્યાં એક જ વ્યક્તિ હોવાથી દર્દીઓને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વધારાનો સ્ટાફ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #CivilHospital #DogBite #MorbiNews