મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઇ હૈ હતી. આવી સ્થિતિના કારણે દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓને હાલાકી ભોગવવી પડી હતી. મોરબીની સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચર પરના દર્દીઓને બીજા કે ત્રીજા માળ પર લઈ જવા માટે લિફ્ટ બંધ હોય, જેના પરિણામે નાછૂટકે દર્દીઓના સગા-સંબંધી કે સેવાભાવીઓ દ્વારા ઉઠાવી, તેને સ્ટેચર સાથે ઉપાડીને ઉપરના માળે લઈ જવા પડ્યા હોય છે. તેમજ મોરબીની સરકારી હોસ્પિટલ અપૂરતા સ્ટાફ કે અન્ય સમસ્યાઓના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે. જે અંગે સરકાર યુદ્ધના ધોરણે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખરા અર્થમાં ઝડપી વિકાસ કરે તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.