શનાળા ખાતે પાટીદાર યુવા સેવા સંઘની બીજી બેઠક મળી : ઓનલાઈન ગેમિંગ બંધ, ધૂમબાઇક ચાલકો સામે કાર્યવાહી, પાટીદારો સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ, પટેલ કન્યા છાત્રાલય અને અન્ય કોલેજો બહાર સઘન પોલીસ પેટ્રોલિંગ તેમજ રવાપર રોડ-એસપી રોડ ઉપર લુખ્ખાઓના અડ્ડા બંધ કરાવાની માંગ મોરબી : મોરબીના શનાળામાં આવેલ પટેલ સમાજવાડી ખાતે પાટીદાર યુવા સેવા સંઘની બીજી બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. આ બેઠકમાં મનોજભાઇ પનારાએ દાવો કર્યો હતો કે વ્યાજખોરીમાં છેલ્લા 10 વર્ષમાં મોરબી જિલ્લાના પાટીદારોએ રૂ. 5000 કરોડ ગુમાવ્યા છે. જેથી હવે સંગઠન એકતા દાખવી 12 જ મહિનામાં મોરબીને ચોખ્ખું ચાંદી જેવું બનાવશે. આ બેઠકમાં પાંચ માંગણી અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. મનોજભાઇ પનારાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના પાટીદાર સમાજના વકીલોના પણ ફોન આવી રહ્યા છે કે ક્યાંય જરૂર હોય તો કહેજો. આમ વકીલોનો સારો સ્પોર્ટ છે. મારી રાજકીય કારકિર્દી જે હોય તે, પણ વચન આપું છું કે સમાજને ક્યારેય નીચું જોવા નહીં દવ. પાર્ટીનું કામ તો ઘણા કરશે. મારા સમાજને મારી જરૂર છે. જે સમાજમાં જન્મ્યો તે સમાજના યુવાનોની આટલી પીડા હોય અને હું રાજકીય ગીત ગાયા રાખું તો હું મનોજ પનારા ન કહેવાય. સમાજને મારી જરૂર છે એટલે હું રાજકારણને સાઈડમાં મૂકીને લડવા નીકળ્યો છું. તેઓએ ઉમેર્યું કે સંગઠન બન્યાને દોઢ મહિનો થયો અને ત્યાં કરોડો રૂપિયા માફ થઈ ગયા છે. કેટલાય એવા લોકો અહીં બેઠા છે. જેના દેણા ઉપર બોલાવી બોલાવીને લીટા મારી દેવામાં આવ્યા છે. અનેક કિસ્સાઓમાં પોલીસમાં અરજી દીધી છે. પોલીસ તંત્રએ પણ સહકાર આપ્યો છે. પણ પોલીસ પાસે જે અપેક્ષા છે તે ગતિમાં કામ થઈ રહ્યું નથી. હજુ ઝડપી કામ થવું જોઈએ. અમુક પાટીદાર યુવાનો જે વ્યાજનો ધંધો કરતા હતા તેઓએ પણ આ લડાઈ શરૂ થતાં પાણી લઈ લીધું કે આજથી વ્યાજ વટાવનો ધંધો બંધ.મનોજભાઈએ કહ્યું કે ગામમાં દારૂની દુકાન શરૂ થાય તો ગામવાળાને સમજાવવા ન જવાઇ. દુકાન જ બંધ કરાવી દેવાય. અમે એ કર્યું છે. હવે કોઈને 10 કે 20 ટકે પૈસા જોતા હોય તો મળે જ નહીં. આબરૂ ની બીકે પાટીદાર સમાજે વ્યાજખોરીમાં મોરબી જિલ્લામાં 10 વર્ષમાં 5000 કરોડ ગુમાવી દીધા છે. એક ગામ એવું નહિ હોય જેમાં આ વ્યાજખોરો 5 વિઘાથી લઈ 100 વિઘા સુધીની જમીન ન ખાઈ ગયા હોય. આપણા જિલ્લામાં આવા દોઢસો ગામડા છે. બેઠકના અંતમાં પાંચ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં માંગણી ઉઠાવવામાં આવી હતી કે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો સરકાર બંધ કરે. કારણકે અનેક પરિવારો આના કારણે વિખેરાયા છે. ધૂમ બાઇક ચાલકો ઉપરાંત કારના સ્ટંટ કરનારા લુખ્ખાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. પાટીદારો સામેની ફરિયાદમાં યોગ્ય તપાસ કર્યા બાદ ફરિયાદ લેવામાં આવે. જો પૈસા પડાવવાના આશયથી ફરિયાદ કરવામાં આવી હોય તો પોલીસ આ મામલે તપાસ કરે. પટેલ કન્યા છાત્રાલય અને અન્ય કોલેજો બહાર સવારે 7 વાગ્યે તેમજ દીકરીઓ છૂટે ત્યારે સઘન પોલીસ પેટ્રોલિંગ થાય. કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની 1500 અને અન્ય સમાજની 3500 દીકરીઓ ભણે છે. બધી દીકરીઓ આપણા માટે આપણી જ દીકરી છે. તેની સલામતી જળવાઈ રહે તે માટે પાટીદાર સમાજે આગળ આવી આ માંગ ઉઠાવી છે. રવાપર રોડ અને એસપી રોડ ઉપર લુખ્ખાઓ અડ્ડાઓ બનાવીને બેઠા છે. તેની સામે આવતીકાલથી જ પોલીસ તંત્ર કાર્યવાહી કરી રોડ ચોખ્ખો કરાવે. જો આ અડ્ડાઓમાં પાટીદાર યુવાન હોય તો તેની સામે પણ કાર્યવાહી કરે. પાટીદાર યુવા સેવા સંઘ આવતીકાલથી પોઇન્ટ ઉપર બેસશે અને જો કોઈ લુખ્ખા દેખાશે તો તેને મારશે. તેમ અંતમાં જણાવાયુ હતું._____________________________________સમાજના યુવાનો માટે હું 500 લુખ્ખાઓની સામે પડ્યો છુંમનોજભાઈ પનારાએ જણાવ્યું કે અત્યારે એક ભાઈ તેના સગા ભાઈના જામીન પડવા તૈયાર થતો નથી. આવી સ્થિતિમાં સમાજના યુવાનો માટે હું 500 લુખ્ખાઓની સામે પડ્યો છું. કોઈને મનમાં હોય કે તેઓ આ કામ કરી શકે છે તો આ પાઘડી અત્યારે જ તેમને પહેરાવી દેવી છે. આપણે બહુ મોટુ સાહસ કરી મોટી લડાઈ માટે નીકળ્યા છીએ એટલે આ સંગઠન 12 મહિના ટકાવી દયો. મોરબી ચોખ્ખું ચાંદી જેવું થઈ જશે. _____________________________________સંગઠન બન્યા બાદ ત્રણ યુવાનોએ વ્યાજચક્રના કારણે આપઘાત કર્યા એ વાતનું દુઃખમનોજભાઇ પનારાએ જણાવ્યું કે સંગઠન બન્યા પછી સમાજના ત્રણ લોકોએ વ્યાજચક્રના કારણે આત્મહત્યા કરી તેનું દુઃખ છે. એનાથી પણ વધુ દુઃખ એ છે કે આ પરિવારે કસૂરવાર વિરુદ્ધ ફરિયાદ નથી નોંધાવી. મારે તેમને કહેવુ છે કે તમારો દીકરો સ્વર્ગ સિધાવ્યો, પણ બીજાના દીકરાની કુરબાની ન જાય એટલા માટે ફરિયાદ કરવી જોઈએ. આ બાબતે પોલીસ પીઝિટિવ છે. પણ પરિવાર આગળ આવતા નથી. આ પરિવાર આગળ આવે તેવી વિનંતી છે.આપણે આટલી મોટી જાહેરાત કરી હતી. મીડિયામાં કહ્યું હતું કે કોઈને પણ વ્યાજખોરીની સમસ્યા હોય અન્ય કોઈ સમસ્યા હોય આપણી પાસે આવે. પણ આ ત્રણ યુવાનોએ આપણો સંપર્ક ન કર્યો નહિતર આપણે મરવા ન દેત. તમારા ધ્યાનમાં કોઈ પણ આવા યુવાન આવે અમારા ધ્યાને મુકો. અમે તેમને આ સમસ્યામાંથી હેમખેમ બહાર કાઢીશું. _____________________________________પાટીદારો હવે દુધણી ગાય નથી રહ્યા, હવે સિંહનું સ્વરૂપ લઈ લીધું છે મનોજભાઇ પનારાએ જણાવ્યું કે ઘણા લોકો પાટીદારોને દુધણી ગાય સમજીને દોહતા જાય છે.આ દોહવાની પ્રવૃત્તિ જે કરી રહ્યા છે એને કહેવું છે કે હવે આ ગાય કે બકરી નથી. હવે સિંહનું સ્વરૂપ લઈ લીધું છે. દોહવા વાળાની શુ હાલત થશે તે આગામી દિવસોમાં બતાવીશું. પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરવામાં આવે છે. મોટાભાગની પૈસા પડાવવા માટે કરવામાં આવે છે. પોલીસને અપીલ છે કે સત્ય તપાસી એફઆઈઆર લેજો. જો ખરેખર પાટીદાર યુવાને ગુનો કર્યો હોય તો તેને છોડતા નહિ. અમારી એવી જરા પણ અપેક્ષા નથી કે તેને બચાવવો. પણ ગુનો ન કર્યો હોય, માત્ર આબરૂ જવાની બીકે તે ફસાઈ જાય એવું ન થવું જોઈએ. આવા કિસ્સામાં ફરિયાદી અને તંત્ર બન્ને યુવાનને દોહી લ્યે તે બંધ થઈ જવુ જોઈએ. _____________________________________સગાઈ બાદ જમાઈની સાથે ફરિયાદ કરવા જનાર વેવાઈનું અને સન્માન કરીશુંમનોજભાઇ પનારાએ જણાવ્યું કે આબરૂ જ...