લોકોની વિશાળ ઉપસ્થિતિ, જગ્યા ટૂંકી પડી : બેઠકમાં ખેડૂતોના સમર્થનમાં રણનીતિ ઘડાશેમોરબી: ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજ રોજ બોલાવવામાં આવેલી ઈમરજન્સી મીટિંગ હાલ શરૂ થઈ ચૂકી છે. મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતપુત્રો અને લોકોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે જગ્યા પણ ટૂંકી પડી છે. કેપિટલ માર્કેટ સામે, રવાપર પંચાયત વાડીની શેરી પાછળ આવેલા ગ્રાઉન્ડ ખાતે રાત્રે 9:00 વાગ્યે શરૂ થયેલી આ બેઠકમાં ઉપસ્થિત વિશાળ જનમેદની ખેડૂતોના સમર્થનમાં એકજૂથ થઈ છે. આ મીટિંગનો મુખ્ય હેતુ મોરબીથી ખેડૂત આંદોલનને કેવી રીતે મહત્તમ ટેકો પૂરો પાડવો અને ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવવો તે અંગેની સઘન ચર્ચા-વિચારણા કરવાનો છે. અગાઉ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આપવામાં આવેલા આહવાનને પગલે યુવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. બેઠક સ્થળે ભારે ઉત્સાહ અને આંદોલનને સમર્થન આપવાની મક્કમ ભાવના જોવા મળી રહી છે.#Morbi #FarmersProtest #KhedutAndolan #MorbiNews #PatidarYuvaSevaSangh #MorbiUpdate #GujaratFarmers